તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા નરેન્દ્રભાઇના જન્મ દિવસને વધાવવા વડીલોને વષાોનું વિતરણ, રકતદાન કેમ્પ સહીતના આયોજનો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના પાવનકારી અવસરે અખિલ હિન્દ મહિલા પરિષદ રાજકોટ શાખા દ્વારા ‘અંતરના આશીર્વાદ' શીર્ષક અંતર્ગત ત્રિ-દિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત વળદ્ધાશ્રમ ખાતે વડીલોએ એકત્ર થઇ વૈદિક મંત્રોચ્ચાર સાથે નરેન્દ્રભાઈને અંતરથી આશીર્વાદ આપ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વષા વિતરણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઓનલાઇન સંબોધન કરી સોમનાથ ટ્રસ્ટ તરફથી મળેલ શુભેચ્છા ભેટનો હરખભેર સ્વીકાર કર્યો હતો. અખિલ હિન્દ મહિલા પરિષદ રાજકોટ શાખાના પ્રમુખ અને AIWC ના નેશનલ ટ્રેઝરર શ્રીમતી ભાવના જોશીપુરા (મો.૯૪૨૭૨ ૨૧૮૭૭)ની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ મહિલા સંગઠનના પ્રતિનિધિઓ જોડાયા હતા, નુતન યુગના જનનાયક શ્રી નરેન્દ્રભાઇ મોદીજીને ખાસ શુભેચ્છાઓ પાઠવતા શ્રીમતી ભાવના જોશીપુરાએ જણાવ્યું હતું કે વડીલોની જે પ્રકારે આરોગ્ય સંભાળ અને વડીલ વંદનાની યોજના શ્રી મોદીજીએ બનાવી છે તેનાથી સાચા અર્થમાં વડીલોની આંતરડી ઠારી છે, જેના ઋણસ્વીકાર રૂપે અહીં નિવાસ કરતા વડીલો નરેન્દ્રભાઇને અંતરથી આશીર્વાદ પાઠવે છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી વડીલોને શુભેચ્છાના પ્રતિક સ્વરૂપ જે સુંદર વષા આપવામાં આવ્યા ત્યારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઓનલાઈન સંબોધનમાં પણ વડીલોએ રસ પૂર્વક તેમનું પ્રવચન સાંભળ્યું હતું. અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના વિવિધ આરોગ્ય પ્રકલ્પો રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો પણ ખંત અને આયોજનબદ્ધ રીતે આયોજિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રવિણાબેન, ભાઈશંકરભાઈ ઠાકર, ડોક્ટર મૌલીબેન ગણાત્રા, શબનમ ઠેબા, પ્રકાશકુમાર, પૂનમ વ્યાસ, પારુલ પંડયા, લીલા મેપાણી, નિધિબેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
