તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th November 2026
અમદાવાદમાં તહેવારો પૂર્ણ થયા બાદ પણ હવાનું પ્રદૂષણ ઘટ્યું નથી :અનેક વિસ્તારોમાં AQI 200ને પાર
ધુમાડો, શિયાળાની શરૂઆત અને હવામાં ભેજ સહિતનાં પરિબળો તેમજ વાહનોની અવરજવર, ટ્રાફિક, બાંધકામની પ્રવૃત્તિઓ અને ઊડતી ધૂળ પણ હવાની ગુણવત્તા બગાડવામાં કારણભૂત

અમદાવાદમાં તહેવારો પૂર્ણ થયા બાદ પણ હવાનું પ્રદૂષણ ઘટવાનું નામ લઈ રહ્યું નથી. શહેરના કેટલાક વિસ્તારોમાં હવાનો ગુણવત્તા સૂચકાંક (AQI) 200ને પાર પહોંચતા નાગરિકોના સ્વાસ્થ્ય સામે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. દિવાળીમાં ફોડવામાં આવેલા ફટાકડાનો ધુમાડો, શિયાળાની શરૂઆત અને હવામાં ભેજ સહિતનાં પરિબળોની અસર પ્રદૂષણ પર જોવા મળી રહી છે.
આ ઉપરાંત શહેરમાં વધતા વાહનોની અવરજવર, ટ્રાફિક, બાંધકામની પ્રવૃત્તિઓ અને રસ્તાઓ પર ઊડતી ધૂળ પણ હવાની ગુણવત્તા બગાડવામાં કારણભૂત બની રહ્યાં છે. સતત વધી રહેલા પ્રદૂષણને કારણે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે તહેવારો પૂર્ણ થયા હોવા છતાં અમદાવાદની હવા શુદ્ધ ન થતાં નાગરિકોના સ્વાસ્થ્ય અને પ્રદૂષણ નિયંત્રણના પગલાં અંગે સવાલો ઊભા થયા છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
