તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 15th November 2026
અમદાવાદમાં દિવાળી બાદ પણ હવાનું પ્રદૂષણ યથાવત્: અનેક વિસ્તારોમાં AQI 300ને પાર
શાહીબાગમાં 324 અને ચાંદખેડામાં 326 AQI નોંધાયો છે. જ્યારે સરખેજમાં 314, શાંતિગ્રામમાં 321 અને પાલડીમાં 346 AQI નોંધાયો

અમદાવાદમાં દિવાળી બાદ પણ હવાનું પ્રદૂષણ યથાવત્ રહેતા ચિંતામાં વધારો થયો છે. શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને પાર નોંધાયો છે. શાહીબાગમાં 324 અને ચાંદખેડામાં 326 AQI નોંધાયો છે. જ્યારે સરખેજમાં 314, શાંતિગ્રામમાં 321 અને પાલડીમાં 346 AQI નોંધાયો છે.
આ ઉપરાંત સોલામાં 347, રખિયાલમાં 324 અને સાઉથ બોપલમાં 320 AQI નોંધાતા ચિંતા વધી છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં પહોંચી છે. પ્રદૂષણના વધતા સ્તરને કારણે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
