<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

અમદાવાદના વાતાવરણમાં રાત્રે 10 વાગ્યા બાદ અચાનક મોટો : પલટો :ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી :ગાજવીજ વરસાદ

એસ.જી. હાઈવે, વસ્ત્રાપુર, આલ્ફા વન મૉલ, બોડકદેવ સહિતના આસપાસનો વિસ્તાર અને GIDC ગ્રાઉન્ડ ખાતે જોરદાર પવન સાથે ભયંકર આંધી :અચાનક મિનિ વાવાઝોડા જેવા માહોલને કારણે અફરાતફરી: લોકો પોતાના વાહનો થંભાવીને કે કામકાજ પડતું મૂકીને ઘર તરફ દોડતા જોવા મળ્યા

અમદાવાદમાં રાત્રે અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અચાનક તીવ્ર પવન ફૂંકાવા લાગ્યો હતો અને જોતજોતામાં સમગ્ર વિસ્તાર ધૂળની ડમરીઓથી ઘેરાઈ ગયો હતો. આ અચાનક આવેલા મિનિ વાવાઝોડા જેવા માહોલને કારણે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો પોતાના વાહનો થંભાવીને કે કામકાજ પડતું મૂકીને ઘર તરફ દોડતા જોવા મળ્યા હતા. જો કે, બાદમાં કેટલાક વિસ્તારમાં તૂટી પડયો હતો. 

અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવતા પશ્ચિમ અને પૂર્વના અનેક વિસ્તારો ધૂળની ચાદર નીચે ઢંકાઈ ગયા હતા. ખાસ કરીને એસ.જી. હાઈવે, વસ્ત્રાપુર, આલ્ફા વન મૉલ, બોડકદેવ સહિતના આસપાસનો વિસ્તાર અને GIDC ગ્રાઉન્ડ ખાતે જોરદાર પવન સાથે ભયંકર આંધી આવી હતી. વસ્ત્રાપુર અને આસપાસના વિસ્તારોમાં લગભગ 10 મિનિટ સુધી ધૂળની ડમરીઓ એટલી તીવ્રતાથી ઉડી હતી કે રસ્તાઓ પર વિઝિબિલિટી નહિવત થઈ ગઈ હતી અને અંધકાર છવાઈ ગયો હતો. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને વાહનો રોકી દેવાની ફરજ પડી હતી. જોકે, આ ભારે પવનને કારણે થોડી જ વારમાં વાતાવરણમાં ગરમી ગાયબ થઈ ગઈ હતી ત્યારબાદ વરસાદ શરૂ થતા ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી.

(11:08 PM IST)