તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
અમદાવાદના થલતેજ ચાર રસ્તા પર ડમ્પર ચાલકે દીકરીને કચડી મારી :માતાની પાછળ એક્ટિવા પર બેઠેલ દીકરીનો ડમ્પરે લીધો જીવ.
આરાધ્યા દીપકભાઈ બારોટ નામની દીકરીનું મૃત્યુ : ડમ્પરના ડ્રાઈવર ને SG 1 ટ્રાફિક પોલીસે સકંજામાં લીધો

અમદાવાદના થલતેજ ચાર રસ્તા પર ડમ્પર ચાલકે, 12 વર્ષની દીકરીને કચડી મારી છે. માતાની પાછળ એક્ટિવા પર બેઠેલ દીકરીનો ડમ્પરે જીવ લીધો હતો સમગ્ર ઘટના બપોરે આજે બપોર સમયે બનેલ છે. આરાધ્યા દીપકભાઈ બારોટ નામની દીકરીનું મૃત્યુ થયું હતું ડમ્પરના ડ્રાઈવર ને SG 1 ટ્રાફિક પોલીસે હસ્તગત કરી લીધેલ છે. મળતી માહિતી પ્રમાણે ડમ્પરને શહેરમાં આવવા જવાની પરમિટ મળેલ છે. ફરિયાદ નોંધવાની કામગીરી હાલ શરૂ છે ફરિયાદ બાદ આરોપીની ઓળખ અને ધરપકડ કરવામાં આવશે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
