<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

અમદાવાદના પકવાન ચાર રસ્તા પર 'કેપ્સ્યુલ સિસ્ટમ' લાગુ થતા સિંધુભવનથી બોડકદેવ સુધીનો માર્ગ સિગ્નલ ફ્રી

અગાઉ વાહનચાલકોને સિગ્નલ પર 153 સેકન્ડ રાહ જોવી પડતી હતી,હવે માત્ર 40 સેકન્ડમાં જ આ જંક્શન ક્રોસ થઈ શકશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પકવાન ચાર રસ્તા પર 'કેપ્સ્યુલ સિસ્ટમ' લાગુ કરાતા સિંધુભવનથી બોડકદેવ સુધીનો માર્ગ હવે સિગ્નલ ફ્રી બન્યો છે. અગાઉ વાહનચાલકોને સિગ્નલ પર 153 સેકન્ડ રાહ જોવી પડતી હતી, જેના બદલે હવે માત્ર 40 સેકન્ડમાં જ આ જંક્શન ક્રોસ થઈ શકશે. મનપાની આ કાર્યવાહીથી દરરોજ અવરજવર કરતા અંદાજે 1 લાખ વાહનચાલકોને મોટી રાહત મળશે

પકવાન ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે તૈયાર કરાયેલા નવા આયોજન હેઠળ બંને તરફથી સીધી અવરજવર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને સિંધુ ભવન રોડ (SBR) અને બોડકદેવ તરફથી થતી સીધી મુવમેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ રૂટ પર અવરજવર કરતા વાહનચાલકોએ હવે સીધા પસાર થવાને બદલે નિર્ધારિત યુ-ટર્ન અને ફ્રી લેફ્ટનો ઉપયોગ કરવો પડશે, જેથી જંક્શન પર વાહનોનો ભરાવો ન થાય.

(1:17 PM IST)