<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો આરોપી તથ્ય પટેલ જામીન પર જેલમુક્ત થયો

એક ખાનગી કારમાં આરોપી તથ્ય પટેલને જેલ સંકુલમાંથી લઈ જવાયો

અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો આરોપી તથ્ય પટેલ જામીન પર જેલમુક્ત થયો છે . આરોપી તથ્ય પટેલ શરતી જમીન ઉપર જેલ મુક્ત થયો છે. તથ્ય પટેલ 2 વર્ષ 10 મહિના બાદ જેલમાંથી મુક્ત થયો છે . 19 જુલાઈ 2023 મોડી રાત્રે તથ્ય પટેલ કાર પુરઝડપે ચલાવી અકસ્માત સર્જીને 9 નિર્દોષ લોકોના જીવ  લીધા હતા. આરોપી તથ્ય પટેલને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જેલમાંથી લેવા આવ્યા હતા. એક ખાનગી કારમાં આરોપી તથ્ય પટેલને જેલ સંકુલમાંથી લઈ જવાયો હતો .

(7:20 PM IST)