News of Thursday, 16th July 2026
અમદાવાદની 149મી ઐતિહાસિક રથયાત્રા ભક્તિના રંગે રંગાઈને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ :ભગવાન જગન્નાથજી નિજ મંદિર પધાર્યા
રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીએ શહેરના પરંપરાગત રૂટ પર ભ્રમણ કર્યું:લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તોએ રથના દર્શન કરી ધન્યતા અનુભવી

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રા આજે પરંપરાગત ભક્તિ અને અદભૂત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરી અને પોતાના પ્રિય નગરવાસીઓના ખબર-અંતર પૂછીને જગતના નાથ ભગવાન જગન્નાથજી આજે મોડી સાંજે નિજ મંદિર ખાતે પરત પધાર્યા હતા.
રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીએ શહેરના પરંપરાગત રૂટ પર ભ્રમણ કર્યું હતું. લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તોએ રથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષની રથયાત્રાની સૌથી મોટી વિશેષતા એ રહી કે આટલી મોટી ભીડ હોવા છતાં સમગ્ર યાત્રા અત્યંત શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. ભગવાન આજે રાત્રે મંદિર પરિસરમાં જ વિશ્રામ કરશે અને ભક્તોને આશીર્વાદ આપશે.
રથયાત્રા નિજ મંદિરે પહોંચતા જ મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. રથયાત્રાના સફળ આયોજન બદલ પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને તમામ શ્રદ્ધાળુઓનો આભાર માનવામાં આવ્યો છે. ભક્તોના હૈયે હૈયું દળાય તેવી ભીડ હોવા છતાં કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર ૧૪૯મી રથયાત્રા પૂર્ણ થતા શહેરીજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
