તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 25th April 2026
અમદાવાદ બનશે વિશ્વનું સ્પોર્ટ્સ હબ: ઓલિમ્પિક અને કોમનવેલ્થ બાદ હવે 2038 ની 'એશિયન ગેમ્સ' માટે પણ મેદાનમાં, જાણો કેટલી મજબૂત છે દાવેદારી?
ભારતે 2038 ના યજમાન બનવા માટે ઓફિશિયલ બિડ રજૂ કરી; 1982 પછી ફરી દેશમાં યોજાશે એશિયાનો સૌથી મોટો રમત ઉત્સવ, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો દબદબો વધશે

અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ હવે રમતગમતની દુનિયામાં પણ ઈતિહાસ રચવા તરફ ડગ માંડી રહ્યું છે. ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ના ઓલિમ્પિક માટેની તડામાર તૈયારીઓ વચ્ચે હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૩૮માં યોજાનારી 'એશિયન ગેમ્સ'ના આયોજન માટે અમદાવાદ રેસમાં સૌથી મોખરે હોવાના પ્રબળ સંકેતો મળી રહ્યા છે. ભારતે સત્તાવાર રીતે એશિયન ગેમ્સની યજમાની માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે, જે અમદાવાદના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુવર્ણ તક સમાન છે.
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના સીઈઓ રઘુરામ અય્યરે પુષ્ટિ કરી છે કે ભારત તરફથી ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાને સત્તાવાર પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે. ચીનમાં મળેલી તાજેતરની બેઠકમાં પણ આ અંગે ગંભીર ચર્ચાઓ થઈ હતી. જોકે, આ રેસમાં દક્ષિણ કોરિયા અને મોંગોલિયા જેવા દેશો પણ લાઈનમાં છે, પરંતુ ભારત જે રીતે વૈશ્વિક રમત મંચ પર ઉભરી રહ્યું છે તે જોતા ૨૦૨૮ સુધીમાં યજમાન તરીકે અમદાવાદના નામ પર મહોર લાગવાની પૂરેપૂરી શક્યતા છે.
એશિયન ગેમ્સ: ઓલિમ્પિકથી પણ વિશાળ આયોજન:
એશિયન ગેમ્સ એ વિશ્વની સૌથી મોટી મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ્સ પૈકીની એક માનવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે ઘણીવાર એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓની સંખ્યા ઓલિમ્પિક કરતા પણ વધુ હોય છે. ભારતે છેલ્લે ૧૯૮૨માં દિલ્હી ખાતે આ ગેમ્સનું આયોજન કર્યું હતું. હવે ૫૬ વર્ષના લાંબા અંતરાલ બાદ જો ભારતને આ તક મળે છે, તો અત્યાધુનિક સ્ટેડિયમ્સ અને સ્પોર્ટ્સ વિલેજ ધરાવતું અમદાવાદ આ ઐતિહાસિક યજમાની માટે લોજિસ્ટિક્સ અને સુવિધાની દૃષ્ટિએ શ્રેષ્ઠ પસંદગી સાબિત થશે.
ગુજરાતની રમતગમત ક્રાંતિ:
અમદાવાદ જે રીતે ૨૦૩૬ના ઓલિમ્પિક બિડ માટે તૈયાર થઈ રહ્યું છે, તેને જોતા ૨૦૩૮ની એશિયન ગેમ્સનું આયોજન કરવું ગુજરાત માટે ઘણું સરળ રહેશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા વિશ્વ કક્ષાના પ્રોજેક્ટ્સ અમદાવાદને આંતરરાષ્ટ્રીય નકશા પર ચમકાવી રહ્યા છે. જો ૨૦૩૦, ૨૦૩૬ અને ૨૦૩૮ના આ ત્રિવેણી સંગમ જેવી ઈવેન્ટ્સ ગુજરાતને મળે છે, તો અમદાવાદ માત્ર ભારતનું જ નહીં પણ એશિયાનું સૌથી મોટું 'સ્પોર્ટ્સ સિટી' બનીને ઉભરશે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
