તા. ૨૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
અમદાવાદમાં 'Gen-Z' આંદોલનકારીઓ એકત્રિત થવાની ભીતિ અને બાતમીને પગલે અમદાવાદ પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર
ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા અને કોમર્સ છ રસ્તા જેવા મુખ્ય વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

અમદાવાદમાં 'Gen-Z' આંદોલનકારીઓ એકત્રિત થવાની ભીતિ અને બાતમીને પગલે અમદાવાદ પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. સાંજે પાંચ કલાકે આંદોલનકારીઓ મોટી સંખ્યામાં ભેગા થવાના હોવાની ચોક્કસ માહિતી મળતાં જ ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા અને કોમર્સ છ રસ્તા જેવા મુખ્ય વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અપ્રિય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન વણસે તે માટે ઝોન 1 DCP, ACP, PI સહિત ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
