તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
અમદાવાદ PCBની મોટી કાર્યવાહી: નોબલનગર આવાસમાંથી ₹8.67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો: બે બુટલેગર વોન્ટેડ જાહેર
નોબલનગર વાલ્મિકી આવાસના બ્લોક નંબર 14 માં દરોડો પાડી 2835 નંગ વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો કબજે કર્યો: મુખ્ય આરોપીઓ શ્રવણ ઉર્ફે બલાજી અને દીપુ સિંધી ભાગી ગયા

અમદાવાદ : અમદાવાદ પીસીબીની ટીમે સરદારનગર વિસ્તારમાં એક મોટી સફળતા મેળવી છે. પીસીબીએ બાતમીના આધારે નોબલનગર વાલ્મિકી આવાસના બ્લોક નંબર 14 માં દરોડો પાડી 2835 નંગ વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો કબજે કર્યો છે જેની બજાર કિંમત અંદાજે 8.67 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા મુખ્ય આરોપીઓ શ્રવણ ઉર્ફે બલાજી અને દીપુ સિંધી પોલીસને ચકમો આપીને ભાગવામાં સફળ રહ્યા હતા. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
