તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
અમદાવાદ મનપાની સઘન ઝુંબેશ :ગંદકી કરવા બદલ પશ્ચિમ ઝોનમાં 10 એકમોને સીલ કરાયા :રૂ.1.86 લાખ દંડ વસૂલાયો
શહેરની સ્વચ્છતા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. :તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા પગલાંથી વેપારીઓમાં ફફડાટ

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરને સ્વચ્છ રાખવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવેલી સઘન ઝુંબેશ અંતર્ગત જાહેર માર્ગો પર ગંદકી ફેલાવવા અને કચરો (વેસ્ટ) ગેરકાયદે રીતે ફેંકવા બદલ કુલ ૧૦ વ્યવસાયિક એકમોને તત્કાળ અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે.
આ કાર્યવાહીના ભાગરૂપે AMCએ નિયમોનો ભંગ કરનાર પાસેથી કુલ 1.86 લાખ રૂપિયાનો દંડ/ચાર્જ પણ વસૂલ્યો છે. સીલ કરવામાં આવેલા મુખ્ય એકમોમાં રસથાળ રેસ્ટોરન્ટ, મહાવીર સિલેક્શન, બાલાજી હાર્ડવેર, ટસ્કર ડેન્ટલ કેર, સ્વામિનારાયણ પ્રોવિઝન સ્ટોર અને મિત પાન પાર્લર જેવા જાણીતા સ્થળોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દ્વારા AMCએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરની સ્વચ્છતા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા પગલાંથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. AMC દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ગંદકી ફેલાવતા એકમો સામે આ પ્રકારની કડક તપાસ અને સીલ કરવાની કામગીરી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
