<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ મૂક્યો

મનપાએ સત્તાવાર X હેન્ડલ પરથી જાહેરનોટિસ બહાર પાડી શાકભાજી વિક્રેતાઓને મનપા દ્વારા નક્કી કરાયેલા શાક માર્કેટ અથવા નિયત સ્થળે જ વેચાણ કરવા સૂચના આપી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. મનપાએ સત્તાવાર X હેન્ડલ પરથી જાહેરનોટિસ બહાર પાડી શાકભાજી વિક્રેતાઓને મનપા દ્વારા નક્કી કરાયેલા શાક માર્કેટ અથવા નિયત સ્થળે જ વેચાણ કરવા સૂચના આપી છે. નિયમનો ભંગ કરનાર સામે ગેરકાયદે દબાણ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. નિયમ તોડનારનો માલ-સામાન અને લારી જપ્ત કરી દંડ પણ વસૂલવામાં આવશે. જોકે, આ નિયમનો અમલ ક્યારથી શરૂ થશે તે અંગે મનપા દ્વારા હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

(11:34 AM IST)