<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

અમદાવાદ મનપા કમિશ્નર બંછાનિધિ પાનીની મોટી જાહેરાત : સાબરમતી નદી પરનો સુભાષબ્રિજ સંપૂર્ણપણે તોડી પડાશે

સુભાષ બ્રિજના રીપેરીંગનો ખર્ચ 236 કરોડ રૂપિયા હતો. હવે આ બ્રિજ જો સંપૂર્ણ નવો બનાવવામાં આવે તો તેના ખર્ચમાં વધારો થશે

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ સાબરમતી નદી પરનો સુભાષબ્રિજ સંપૂર્ણ પણે તોડી નાખવા અંગેની જાહેરાત કરી છે. સુભાષ બ્રિજના જે પિલર છે તેમાં તિરાડ જોવા મળી હતી. જે બાદ બ્રિજ એક્સપર્ટસ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ અંગે સંપૂર્ણ તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર હવે આ બ્રિજ તોડીને નવો બનાવવામાં આવશે. સુભાષ બ્રિજના રીપેરીંગનો ખર્ચ 236 કરોડ રૂપિયા હતો. હવે આ બ્રિજ જો સંપૂર્ણ નવો બનાવવામાં આવે તો તેના ખર્ચમાં વધારો થશે. ખુબ જ જૂનો બ્રિજ હોવાથી આ નિર્ણય લેવાયો. સુભાષ બ્રિજ રીપેર કરવા 9 મહિનાનો સમય લાગવાનો હતો. પણ હવે આ સમયમાં પણ વધારો થઇ શકે.

(9:20 PM IST)