તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 30th September 2026
ગુજરાત ભાડા વિધેયક સામે અમદાવાદના વકીલોનું ઉગ્ર આંદોલન, ત્રણ દિવસીય હડતાળનું એલાન
ન્યાયિક સત્તાઓ વહીવટી તંત્રને સોંપવાની જોગવાઈનો વિરોધ, સિટી સિવિલ, ફેમિલી અને ગ્રામ્ય કોર્ટ સહિતના બાર એસોસિએશનો દ્વારા પૂર્ણ સમર્થન

અમદાવાદ : ગુજરાત ભાડા વિધેયક સામે અમદાવાદના વકીલોએ ઉગ્ર વિરોધ નોંધાવતા ત્રણ દિવસીય હડતાળનું એલાન કર્યું છે, જેના કારણે ન્યાયિક કામગીરી પર અસર પડી છે.
આ આંદોલન અંતર્ગત તા.30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વકીલો ન્યાયિક કામગીરીથી અળગા રહેશે અને કોર્ટના કામકાજમાં જોડાશે નહીં, કારણ કે નવા કાયદામાં ન્યાયિક સત્તાઓ વહીવટી તંત્રને સોંપવાની જોગવાઈ સામે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમાં જરૂરી સુધારા કરવાની મુખ્ય માગણી કરવામાં આવી છે.
આ વ્યાપક વિરોધ પ્રદર્શનમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ફેમિલી કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સહિતના વિવિધ બાર એસોસિએશનો જોડાઈને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.
આ મામલે વકીલોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને રજૂઆત કરવા માટે ગાંધીનગર પણ જશે, તેમજ રાજ્યના 280 જેટલા બાર એસોસિએશનોને આ આંદોલનને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે અને આગામી સમયમાં કાયદાકીય સુધારા ન થાય તો આંદોલન વધુ ઉગ્ર બનવાની સંભાવના છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
