<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

અમદાવાદમાં ચોમાસા પહેલા જ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની શરૂઆત

ખાડિયા વિસ્તાર અને ઝકરિયા મસ્જીદની ગલીમાં પણ ભૂવા પડ્યા: વાડજ વિસ્તારમાં પણ ભૂવો પડતા વાહનવ્યવહારને અસર પહોંચી

અમદાવાદમાં ચોમાસા પહેલા જ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની શરૂઆત થઈ છે. અનેક જગ્યાએ મસમોટા ભૂવા પડવાના બનાવો સામે આવ્યા છે, જેમાં ખાડિયા વિસ્તાર અને ઝકરિયા મસ્જીદની ગલીમાં પણ ભૂવા પડ્યા છે. વાડજ વિસ્તારમાં પણ ભૂવો પડતા વાહનવ્યવહારને અસર પહોંચી છે અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા ભૂવા પાસે માત્ર બેરિકેડ મૂકીને તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ માનવામાં આવી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે.

(9:51 PM IST)