તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
અમદાવાદ ગીતા મંદિર અને કાલુપુર તરફથી આવતા મુસાફરોને લુંટતી લૂંટારું રીક્ષા ગેંગ ફરી સક્રિય :ચોરીના ત્રણ અલગ-અલગ ગુના નોંધાયા
નારોલ પોલીસે બે અને ઇસનપુર પોલીસે એક ગુનો નોંધી રૂટ પરના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદના ગીતા મંદિર અને કાલુપુર તરફથી આવતા મુસાફરોને ટાર્ગેટ કરતી લૂંટારું રીક્ષા ગેંગ ફરી સક્રિય થતાં નારોલ અને ઇસનપુર પોલીસ મથકમાં કુલ 66,200 રૂપિયાની ચોરીના ત્રણ અલગ-અલગ ગુના નોંધાયા છે. પેસેન્જરના સ્વાંગમાં અગાઉથી ગોઠવાયેલા સાગરીતો ભોગ બનનારને આગળ ડ્રાઇવરની સીટ પર બેસાડી, વાતોમાં પરોવી કે ધક્કામુક્કી કરી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લે છે. નારોલ પોલીસે બે અને ઇસનપુર પોલીસે એક ગુનો નોંધી રૂટ પરના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
