તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈને સારો વરસાદ પડવાની પૂરી શક્યતા
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તોફાની પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ પૂરી સંભાવના

અમદાવાદ :રાજ્યના પાટનગર ગાંધીનગર અને સૌથી મોટા વ્યવસાયિક હબ એવા અમદાવાદ શહેરમાં પણ બફારા બાદ અચાનક વાદળછાયું વાતાવરણ છવાયું છે. અમદાવાદ અને ગાંધીનગર તથા તેની આસપાસનાકિનારાના વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈને સારો વરસાદ પડવાની પૂરી શક્યતા છે. સાંજનો સમય હોવાને કારણે નોકરીથી ઘરે પરત ફરતા વાહનચાલકો અને નાગરિકોએ વરસાદને કારણે ટ્રાફિક કે અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેથી સાવચેતી રાખવી જરૂરી છે.
હવામાન ખાતાની ચેતવણી અનુસાર, માત્ર વરસાદ જ નહીં પરંતુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તોફાની પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ પૂરી સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ તેજ રહી શકે છે, જેને લઈને તંત્ર દ્વારા નાગરિકોને ખુલ્લામાં ન જવા, ઝાડ નીચે ઊભા ન રહેવા તેમજ વીજળીના થાંભલાઓથી દૂર રહેવાની ખાસ સલાહ આપવામાં આવી છે. માછીમારો અને ખેડૂતોને પણ હવામાનની આ સ્થિતિ ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા જણાવાયું છે.
વરસાદના આ અચાનક પલટાને કારણે રાજ્યના તાપમાનમાં પણ આંશિક ઘટાડો નોંધાશે અને લોકોને ઉકળાટ તથા ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગ પાયલોટ રાઉન્ડ પર સતત નજર રાખી રહ્યું છે અને આગામી સમયમાં પરિસ્થિતિ અનુસાર વધુ અપડેટ્સ જારી કરવામાં આવશે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
