<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર વિભાગ સતર્ક: ફટાકડાનું વેચાણ કરતા એકમો, સ્ટોલ અને દુકાનોમાં ચેકિંગ

ફાયર વિભાગે ફટાકડા વેચતા વેપારીઓને સુરક્ષાનાં તમામ નિયમોનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી

અમદાવાદ : દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર વિભાગ સતર્ક બન્યું છે. શહેરમાં ફટાકડાનું વેચાણ કરતા એકમો, સ્ટોલ અને દુકાનોમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ તપાસ દરમિયાન ફાયર સેફ્ટીનાં સાધનો ઉપલબ્ધ છે કે નહીં અને નિર્ધારિત સુરક્ષા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

  તહેવાર દરમિયાન ફટાકડાના વેચાણ અને સંગ્રહને કારણે આગની દુર્ઘટના ન સર્જાય તેમજ નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગે ફટાકડા વેચતા વેપારીઓને સુરક્ષાનાં તમામ નિયમોનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. દિવાળીના તહેવાર દરમિયાન આગની સંભવિત ઘટનાઓને રોકવા માટે વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.

(7:36 PM IST)