<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

અમદાવાદ જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન

પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધા :ગરબા રસિકો 13 ઓક્ટોબર સુધી ફોર્મ જમા કરાવી શકાશે

અમદાવાદ :જિલ્લા યુવા વિકાસ અધિકારી, અમદાવાદ દ્વારા આ વર્ષે સીધી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્ય અને શહેર કક્ષાએ આયોજિત આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબામાં 14 થી 35 વર્ષના લોકો ભાગ લઈ શકશે તથા રાસ સ્પર્ધામાં 14 થી 40 વર્ષના લોકો ભાગ લઈ શકશે.

આ સ્પર્ધામાં ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 16 સ્પર્ધકો તથા 4 સહાયકો મળીને કુલ 20ની ટીમ બનાવી શકાશે.

ભાગ લેવા ઇચ્છુક ગરબા રસિકોએ નિયત નમૂનાનું ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, એ.એમ.સી સબ ઝોન ઓફિસ (ઉત્તર પશ્ચિમ ઝોન), પ્રથમ માળ, ઝાયડસ કેન્સર હોસ્પિટલ પાસે, થલતેજ, અમદાવાદ ખાતેથી મેળવવાનું રહેશે.

વધુ માહિતી માટે કચેરી ખાતે (1) મિનળબા પરમાર - 9409605297, (2) શૈલેષકુમાર ચૌધરી - 9909551031 અને3 (3) ચિરાગકુમાર ઠાકોર - 9265862406 નો સંપર્ક કરી શકાશે.

ભાગ લેનારે નિયત નમૂનાનું ફોર્મ ભરીને ખાતે તા. 13 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં પરત મોકલી આપવાનું રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે

 

(9:37 PM IST)