<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

અમદાવાદઃ દિલજીત દોસાંઝની કોન્‍સર્ટઃ વિવાદોના વંટોળીયા વચ્‍ચે લોખંડી બંદોબસ્‍ત

મોબાઈલ ફોનની છૂટ ભલે રહી પણ બેગ, પાવર બેંક, પાણીની બોટલ પર પ્રતિબંધઃ ચોક્કસ ગીતો પર પ્રતિબંધ મૂકવા સીપી સમક્ષ રજૂઆતઃ ભારેલા અગ્નિ જેવી પરિસ્‍થિતિ વચ્‍ચે કાલે શો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્‍ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, નીરજ બડગુજ્જરના માર્ગદર્શનમાં સુરક્ષા વ્‍યવસ્‍થાઃ JCP, DCP, PI સહિત ૧૩૦૦ પોલીસકર્મી તૈનાત

ગોંડલ યાર્ડમાં મગફળી વેંચવા વાહનોની લાઇનો: ગોંડલ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ભારે આવક થઇ છે. હાઇ-વે ઉપર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) 

રાજકોટ, તા. ૨૦: અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં કાલે તા. ૨૧ નવેમ્‍બરે યોજાનાર પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્‍સર્ટને લઈ અમદાવાદ પોલીસે લોખંડી બંદોબસ્‍ત ગોઠવ્‍યો છે.પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા સુપરવિઝન અને જોઈન્‍ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, નીરજ બડગુજ્જરના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. JCP, DCP, PI સહિત આશરે ૧૩૦૦ પોલીસકર્મી સ્‍ટેડિયમ અને આસપાસના વિસ્‍તારમાં તૈનાત રહેશે. કોન્‍સર્ટને લઈ વારંવાર મળેલી બોમ્‍બની ધમકીને ધ્‍યાને લઈ પોલીસે મલ્‍ટી લેયર સુરક્ષા પ્‍લાન બનાવ્‍યો છે. સ્‍ટેડિયમ, ર્પાકિંગ ઝોન અને તમામ એન્‍ટ્રી ગેટ પર બોમ્‍બ ડિટેક્‍શન એન્‍ડ ડિસ્‍પોઝલ સ્‍કવોડ (BDDS) અને ડોગ સ્‍કવોડ કોન્‍સર્ટ પૂર્ણ થાય ત્‍યાં સુધી સતત ચેકિંગ કરશે. સમગ્ર વેન્‍યૂ CCTV અને ડ્રોનથી મોનિટર કરાશે. સાયબર ક્રાઈમ સેલ ધમકીભર્યા ઈ-મેલ અને સોશિયલ મીડિયા પર સતત બાજ નજર રાખશે. એક તરફ બોમ્‍બ ધમકી, બીજી તરફ ગીતોનો વિવાદ અને ત્રીજી તરફ ફાયર NOC અંગેની તપાસ - આ ત્રિવિધ દબાણ અને ભારેલા અગ્નિ જેવી પરિસ્‍થિતિ વચ્‍ચે કાલે શો યોજાશે. તંત્ર દ્વારા ફાયર NOC અને સલામતીના નિયમોના પાલન અંગે તપાસ ચાલી રહી છે, ત્‍યારે ચાહકોમાં પણ શોને લઈ ભારે ઉત્‍સુકતા છે.મોબાઈલની છૂટ, બેગ-બોટલ પર પ્રતિબંધઃ દર્શકોને અંદર ફક્‍ત મોબાઈલ ફોન લઈ જવાની છૂટ રહેશે. બેગ, પાવર બેંક, પાણીની બોટલ, ર્હોડિંગ્‍સ અને સ્‍ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. ભીડ નિયંત્રણ માટે અલગ-અલગ ગેટથી એન્‍ટ્રી, હોલ્‍ડિંગ એરિયા અને સ્‍ટેજ નજીકના સ્‍ટેન્‍ડિંગ એરિયામાં ખાસ બંદોબસ્‍ત રખાશે. સાદા વેશમાં પોલીસ અને SHE ટીમ પણ તૈનાત રહેશે.ચોક્કસ ગીતો પર પ્રતિબંધ મૂકવા સીપી સમક્ષ રજૂઆતઃ ચંદીગઢના પ્રોફેસર ડો. પંડિતરાવ ધરેન્નાવરની ફરિયાદ બાદ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી તન્‍વિકા પરમારે સીપી અનુપમસિંહ ગેહલોતને પત્ર લખી આ ૪ ગીતો ન ગાવાની માંગ કરી છે - પટિયાલા પેગ, ૫ તારા ઠેકે, જેબ વિચો ફીમ, જટ્ટ ફાયર કરદા. આ ગીતોમાં દારૂ, અફીણ-ડ્રગ્‍સ અને હથિયારોનું મહિમામંડન થતું હોવાનું પત્રમાં જણાવાયું છે. બોલ બદલીને પણ ન ગાવા, સ્‍ટેજ પર બાળકોને ન બોલાવવા, બુલેટ બેલ્‍ટ-નકલી કારતૂસ ન પહેરવા, ૧૨૦ ડેસિબલથી વધુ અવાજ અને ફલેશિંગ લાઈટ્‍સ પર નિયંત્રણની પણ માંગ કરાઈ છે

(11:40 AM IST)