તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
અમદાવાદ- ડાકોર રોડ પર ટ્રાફિક સમસ્યાથી મુક્ત બનશે :400 કરોડના ખર્ચે મહેમદાબાદથી મહુધાને જોડતો ઓવરબ્રિજ બનશે
ખેડા જિલ્લાના વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

ખેડા જિલ્લાના વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેમદાવાદથી મહુધાને જોડતો એક નવો બાયપાસ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેના માટે રૂપિયા 400 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અમદાવાદ-ડાકોર રોડ પર તૈયાર થશે, જેના કારણે સ્થાનિક મુસાફરો અને વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા આ માહિતી એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
