<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

અમદાવાદ સાયબર ક્રાઇમે ઝારખંડની કુખ્યાત 'જામતારા ગેંગ'ના ત્રણ સાયબર ઠગોને ઝડપી ઓનલાઇન ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો

આ ગેંગ બેંક અને ગેસ એજન્સીના નામે લોભામણી APK ફાઈલ મોકલીને લોકોના બેંક એકાઉન્ટ સાફ કરતી હતી.

અમદાવાદ સાયબર ક્રાઇમે ઝારખંડની કુખ્યાત 'જામતારા ગેંગ'ના ત્રણ સાયબર ઠગોની ધરપકડ કરીને ઓનલાઇન ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ બેંક અને ગેસ એજન્સીના નામે લોભામણી APK ફાઈલ મોકલીને લોકોના બેંક એકાઉન્ટ સાફ કરતી હતી.

પકડાયેલી જામતારા ગેંગ દેશભરની 18 જેટલી બેંકોના નામે નકલી APK ફાઈલ બનાવીને લોકોને મોકલતી હતી. આ ફાઈલ ડાઉનલોડ થતાં જ યુઝર્સનો ડેટા ચોરાઈ જતો હતો. ગેંગના મુખ્ય આરોપી પૂર્નાનંદ તિવારીની સાથે તેના બે સાગરીતો વિકાસ દાસ અને સીતારામ મંડલની પણ ધરપકડ કરવામાં આવી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ઠગ ટોળકી ઓનલાઇન ફ્રોડ માટે એક APK ફાઈલના 12 થી 14 હજાર રૂપિયા વસૂલતી હતી, જ્યારે સ્થાનિક સાગરીતોને 3 થી 4 હજાર રૂપિયા કમિશન મળતું હતું. પકડાયેલા ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ સાયબર ક્રાઇમે આરોપીઓના રિમાન્ડ મેળવી દેશવ્યાપી ચીટિંગ નેટવર્કની વધુ તપાસ શરૂ કરી છે.

(12:47 AM IST)