તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કલકતામાં વિશેષ પ્રશંસા અવોર્ડ મળ્યો
પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતળત્વમા સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેરાયું આ પહેલા પણ ક્રાઇમ બ્રાન્ચના ક્રાંતિકારી પોર્ટલની દેશ લેવલે નોંધ લેવાઇ છેઃ ક્રાઇમ બ્રાન્ચ અસરકારક બનાવવા સીપી દ્વારા વિસ્તારોના અભ્યાસ બાદ બે વિશેષ યુનિટો શરૂ કર્યા છે

રાજકોટ તા.૫: અમદાવાદના પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જોઈન્ટ પોલિસ કમિશનર એવા ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના સક્રિય માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતળત્વ નીચે સફળતાના એક પછી એક શિખરો સર કરતી ક્રાઇમ બ્રાન્ચને સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેરાયું છે.
પヘમિ બંગાળના કોલકતા ખાતે યોજાયેલા એક ખાસ UIDAI- આધાર કોન્કલેવમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા ‘‘સ્પેશ્યલ કમેન્ડેશન એવોર્ડ'' (વિશેષ પ્રશંસા પુરસ્કાર)થી સન્માનિત કરવામાં આવી છે.
આ એવોર્ડ ક્રાઇમ બ્રાન્ચની ઓફલાઇન વેરિફિકેશન સિકિંગ એન્ટિટી (OVSE) તરીકે કાર્ય કરનારી પ્રથમ લો એન્ફોર્સમેન્ટ એજન્સી (LEA) બનવાની ઐતિહાસિક સિદ્ધિને બિરદાવે છે, જે નિર્બાધ, સંમતિ-આધારિત આધાર ચકાસણીને શકય બનાવે છે.
આ પહેલના કેન્દ્રમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન-હાઉસ વિકસાવવામાં આવેલા કાયદા અમલીકરણના બે ક્રાંતિકારી પોર્ટલ છેઃ પથિક, જે હોટેલના મહેમાનોની ચકાસણી અને કામગીરીની સુવિધા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, અને પ્રતિરક્ષા, જે એક અદ્યતન શ્રમિક અને કર્મચારી ચકાસણી સિસ્ટમ છે. આ પ્રકારના પ્રથમ પ્લેટફોર્મ્સ અમલમાં મૂકીને, ક્રાઇમ બ્રાન્ચે કાયદા અમલીકરણમાં ટેકનોલોજી-સંચાલિત, સંમતિ-આધારિત અને ગોપનીયતા-કેન્દ્રિત ઓળખ ચકાસણી માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. હાથ ધરવામાં આવેલી આ પહેલો માટે જોઈન્ટ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલે એવોર્ડ સ્વીકાર્યો હતો.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
