News of Sunday, 16th August 2026
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડામાં નારોલ BRTS વર્કશોપ નજીક દરોડો પાડી MD ડ્રગ્સ સાથે બે પેડલરને ઝડપી પાડ્યા
પોલીસે મુસ્તાક ઉર્ફે એમ.એમ. સૈયદ અને ઈરાફત યાસીન અન્સારીને ઝડપી લીધા:આરોપીઓ પાસેથી 76 ગ્રામ 30 મિલિગ્રામ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ મળી આવ્યું

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડામાં નારોલ BRTS વર્કશોપ નજીક દરોડો પાડી MD ડ્રગ્સ સાથે બે પેડલરને ઝડપી પાડ્યા છે. પોલીસે મુસ્તાક ઉર્ફે એમ.એમ. સૈયદ અને ઈરાફત યાસીન અન્સારીને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 76 ગ્રામ 30 મિલિગ્રામ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે જપ્ત કરાયેલા ડ્રગ્સની ગેરકાયદેસર કિંમત આશરે રૂ.8 લાખ હોવાનું જણાવ્યું છે. જોકે, પ્રાથમિક માહિતી મુજબ તેની કિંમત રૂ.2.28 લાખ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે નફીશ શેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
