News of Monday, 12th October 2026
ચંબલના ૬ હત્યાકાંડના આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ઓપરેશનમાં ગુરૂગ્રામમાં જાનના જોખમે ઝડપ્યો
સીપી અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ સીપી શરદ સિંધલના માર્ગદર્શનમાં અને ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં સફળતાના વિક્રમો તૂટી રહ્યા છે. : ૨૦૧૩માં ૬ હત્યાઓ કરેલઃ હરિયાણા પોલીસે ઇનામ જાહેર કરેલઃ નાયબ મુખ્ય મંત્રી આફરિનઃ પોલિસ કમિશનરે ટીમની પીઠ થાબડી

રાજકોટ તા.૧૨: અમદાવાદના પોલિસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા સાથે જ જાતે ફિલડમાં ઉતરી,અપરાધીઓ વિરુદ્ધ જબરજસ્ત જંગ માંડી, રાજ્ય સરકાર અને લોકોની કસોટીમાં ખરા ઉતરનાર પોંલિસ કમિશનર અનુપમસિંહ ગ્રહલોતના અને જોઈન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં અને ડીસીપી અજિત રાજિયાણના નેતળત્વમા વધુ એક મોટી સફળતા મળી છે
જિલ્લાના લેપા ગામમાં જમીન વિવાદની જૂની અદાવતમાં એક જ પરિવારના છ સભ્યોની સામૂહિક હત્યાના ચકચારી કેસમાં ફરાર આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો છે. રામુસિંહ ધીરસિંહ તોમર (ઉં.વ. ૩૭) નામનો આ આરોપી હત્યાકાંડ બાદ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં ઓળખ છુપાવીને રહેતો હતો. ચંબલ ઝોનના આઇજી દ્વારા તેની ધરપકડ માટે રૂ.૩૦ હજારનું ઇનામ જાહેર કરાયું હતું.
૨૦૧૩ની હત્યાનો બદલો
લેવા છ લોકોની હત્યા
પોલીસના જણાવ્યા અનુસાર, લેપા ગામમાં વર્ષ ૨૦૧૩માં જમીન વિવાદને પગલે આરોપી રામુસિંહના કાકા બીરભાનસિંહ અને મોટા કાકા શોભારામસિંહ તોમરની હત્યા થઈ હતી. આ જૂની અદાવતનો બદલો લેવાની ભાવનાથી રામુસિંહ અને તેના પરિવારના સભ્યો રણજીતસિંહ તોમર તથા તેના પરિવારને નિશાન બનાવવાની તક શોધતા હતા.
મે-૨૦૨૩માં રણજીતસિંહના પરિવારની દીકરીનાં લગ્ન પ્રસંગે પરિવારજનો લેપા ગામે એકત્ર થયા હતા. આ દરમિયાન હથિયારધારી શખ્સોએ તેમના પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ સહિત કુલ છ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાને પગલે લોકાના મોત થયા હતા. આ ઘટનાને પગલે મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશનમાં નવ આરોપીઓ સામે હત્યા, હત્યાના પ્રયાસ, રમખાણ અને હથિયારધારા સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો હતો.
ગુરુગ્રામના ગોડાઉનમાં ઓળખ છુપાવીને નોકરી કરતો હતો
હત્યાકાંડ બાદ ફરાર આરોપીઓને ઝડપી પાડવા મોરેના પોલીસ દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવી હતી. દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રામુસિંહ ગુરુગ્રામના ગોપાલપુર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં કામ કરે છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઢી-હરસરુ રોડ પર વોચ ગોઠવી તેને ઝડપી પાડયો હતો.
પૂછપરછમાં આરોપી હત્યાકાંડના ગુનામાં ફરાર હોવાનું સામે આવતાં તેની ઓળખ અને ગુનામાં સંડોવણીની ચકાસણી કરવામાં આવી હતી. હત્યાકાંડ બાદ તે અલગ-અલગ રાજ્યોમાં સુરક્ષાગાર્ડ તથા છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. છેલ્લા આશરે એક વર્ષથી ગુરુગ્રામના ગોડાઉનમાં કામ કરતો હતો.
હવે આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મધ્યપ્રદેશના સિહોનિયા પોલીસ સ્ટેશને હાજર કરેલ છે
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
