News of Friday, 23rd October 2026
અમદાવાદના કેમિકલ વેપારી સાથે રૂ. ૧૮.૦૪ કરોડની કથિત છેતરપિંડી: ૧૭૯ ચેક પરત ફર્યા, ૬૪ નોટિસ છતાં જવાબ નહીં મળતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
વકીલ મારફતે મોકલાયેલી ૬૪ નોટિસનો પણ જવાબ નહીં મળ્યાનું ફરિયાદમાં જણાવાયું: પોલીસ કમિશનરને અરજી કર્યા પછી ગુનો નોંધાયો

અમદાવાદ: વટવાના કેમિકલ વેપારી સંજય લાલજીભાઈ ગુપ્તાએ એટેક્ષ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના માલિક ભાનુપ્રસાદ મોતીલાલ પટેલ સામે બાકી ચૂકવણી નહીં કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઇઝ પાસેથી એપ્રિલ ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન રૂ. ૭૦.૧૮ કરોડનાં કેમિકલ ખરીદવામાં આવ્યાં હતાં.તેમાંથી આશરે રૂ. ૫૨.૧૪ કરોડ ચૂકવાયા, પરંતુ રૂ. ૧૮,૦૩,૯૯,૮૧૭ બાકી રહ્યા હોવાનો આક્ષેપ છે. બાકી રકમ માટે અપાયેલા ૧૭૯ ચેક ખાતામાં પૂરતું ભંડોળ નહીં હોવાથી પરત ફર્યા હતા. વકીલ મારફતે મોકલાયેલી ૬૪ નોટિસનો પણ જવાબ નહીં મળ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસ કમિશનરને અરજી કર્યા પછી ગુનો નોંધાયો છે. આરોપો અંગે તપાસ અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી થવાની છે
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
