<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

*કરેક્શન* : અમદાવાદ: AMC કમિશનરની કડક કાર્યવાહી, 1 મહિનામાં 13 અધિકારી-કર્મચારીઓને શો-કોઝ નોટિસ ફટકારી

સ્ટ્રીટ લાઈટ, STP, સોલિડ વેસ્ટ અને એસ્ટેટ વિભાગના સિનિયર અધિકારીઓ સામે ગેરરીતિ અને બેદરકારી બદલ પગલાં; કોન્ટ્રાક્ટર સાથે ગોટાળા, સુપરસકર મશીનની ખરીદીમાં ગેરવહીવટ અને કચરા-રખડતા ઢોર મુદ્દે કમિશનર *બંછાનિધિ પાની* ની લાલ આંખ

અમદાવાદ,: અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને છેલ્લા એક મહિનામાં કડક વલણ અપનાવીને વિવિધ વિભાગોના 13 જેટલા અધિકારી-કર્મચારીઓને શો-કોઝ નોટિસ ફટકારી છે. ગેરરીતિ, ગેરવહીવટ અને ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

કયા અધિકારીઓને નોટિસ?

 

1. સ્ટ્રીટ લાઈટ વિભાગ: એડિશનલ ચીફ એન્જિનિયર એમ.કે. નિનામાને કોન્ટ્રાક્ટરો સાથે ગેરરીતિ અને ફરજમાં બેદરકારી બદલ નોટિસ આપવામાં આવી છે.

 

2. STP વિભાગ  એડિશનલ સિટી એન્જિનિયર એમ.એચ. નિનામા સહિત ડેપ્યુટી સિટી એન્જિનિયર, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને નોટિસ ફટકારાઈ છે. કરોડો રૂપિયાની સુપરસકર મશીનની ખરીદી બાદ તેને ખાનગી એજન્સીઓને ઓપરેશન, રિપેર અને મેન્ટેનન્સ માટે સોંપી દેવાઈ હતી, જ્યારે ગટર લાઈન અને મેનહોલ સફાઈનું કામ અસંગત રહ્યું હતું.

 

3. સોલિડ વેસ્ટ અને એસ્ટેટ વિભાગ: કમિશનરે હાંસપુરા અને નરોડા વિસ્તારની સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન રસ્તાની બાજુમાં કચરો અને બાંધકામનો કાટમાળ પડેલો જોયો હતો. અનેક કચરાપેટીઓ તૂટેલી હતી અને રખડતા ઢોર ટ્રાફિકને અવરોધતા હતા. આ મામલે નોર્થ વેસ્ટ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર બિરેન શાહ, આસિસ્ટન્ટ એન્જિનિયર જિતેન્દ્ર ધાનાણી, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચંદનસિંહ બિલવાલ અને CNCDના વડા નરેશ રાજપૂતને શો-કોઝ નોટિસ આપી હતી. ચંદનસિંહ બિલવાલે કમિશનરના વારંવાર ફોન પણ ન ઉપાડતાં કમિશનર વધુ નારાજ થયા હતા.

 

કમિશનર બંછાનિધિ પાનીની આ કડક કાર્યવાહીથી AMCના અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. શહેરની સફાઈ અને નાગરિક સુવિધાઓમાં બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

(6:30 PM IST)