<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: શારજાહથી આવેલા મુસાફરો પાસેથી 219 ગ્રામ સોના સહીત 32.37 લાખનો મુદ્દામાલ જપ્ત

એક મહિલા મુસાફર પાસેથી સોનુ અને પુરુષ મુસાફર પાસેથી કોસ્મેટિક, લેપટોપ અને મોબાઈલ સહિતની વસ્તુ મળી

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સની AIU ટીમે શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટ G9-418 મારફતે આવેલા 2 મુસાફરોને અટકાવી તપાસ હાથ ધરી હતી. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કરાયેલી તપાસમાં મહિલા મુસાફર પાસેથી રૂ. 28,87,473 ની કિંમતનું 219.43 ગ્રામ સોનું (24 અને 18 કેરેટ) મળી આવ્યું હતું, જે તેણે કપડાં અને પર્સમાં છુપાવ્યું હતું. આ સિવાય તેની સાથેના પુરુષ મુસાફર પાસેથી કોસ્મેટિક્સ, 2 લેપટોપ, મોબાઈલ અને કપડાં મળી રૂ. 3.50 લાખનો અન્ય સામાન જપ્ત કરાયો હતો. કસ્ટમ્સે Customs Act, 1962 હેઠળ કુલ રૂ. 32.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

(6:40 PM IST)