<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને સફળતા :બેંગકોકથી આવેલા સુરતના મુસાફર પાસેથી 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક મેરિજુઆના જપ્ત

જપ્ત કરાયેલા પદાર્થને લઈને મુસાફર ક્યાંથી લાવ્યો હતો અને તેનો હેતુ શું હતો તે સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ .

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાંથી ઉતરેલા એક મુસાફર પાસેથી 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક મેરિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સની એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન આ નશીલો પદાર્થ મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, મુસાફર બેંગકોકથી TG 343 ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યો હતો. મુસાફરની તપાસ દરમિયાન શંકાસ્પદ સામાન મળી આવ્યો હતો. વધુ તપાસ કરતાં કુલ 30 નાના પેકેટમાંથી હાઇડ્રોપોનિક મેરિજુઆના મળી આવ્યું હતું. કસ્ટમ્સ અધિકારીઓએ તમામ પેકેટમાંથી મળી આવેલા નશીલા પદાર્થનું વજન કરતાં કુલ 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક મેરિજુઆના હોવાનું સામે આવ્યું હતું. 

આ મામલામાં કસ્ટમ્સ વિભાગે સુરતના મુસાફરની ધરપકડ કરી છે. મુસાફર પાસેથી મળેલા પદાર્થને જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કસ્ટમ્સની AIU ટીમે સમગ્ર મામલે NDPS Act હેઠળ કાર્યવાહી કરી છે. જપ્ત કરાયેલા પદાર્થને લઈને મુસાફર ક્યાંથી લાવ્યો હતો અને તેનો હેતુ શું હતો તે સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

(7:36 PM IST)