<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ગુજરાતમાં ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે GSECL અને NPCIL વચ્ચે કરાર

આ કરાર સાથે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) પ્રથમવાર ન્યુક્લિયર પાવર ક્ષેત્રે પ્રવેશ કરશે.

ગાંધીનગર :GSECL અને NPCIL વચ્ચે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. આ કરાર સાથે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) પ્રથમવાર ન્યુક્લિયર પાવર ક્ષેત્રે પ્રવેશ કરશે. આ પ્રોજેક્ટ ધુવારણ ખાતે આશરે 4,000 મેગાવોટ ક્ષમતા સાથે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. પ્રોજેક્ટ પાછળ આશરે ₹1 લાખ કરોડના રોકાણની દિશામાં આ કરારને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ સાકાર થયા બાદ ગુજરાતના વીજ ઉત્પાદન ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થવાની સાથે રાજ્યની લાંબા ગાળાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

(8:04 PM IST)