તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
ગુજરાતમાં અનરાધાર મેઘમહેર બાદ હવે બ્રેક: ૨ ઓગસ્ટથી વરસાદનું જોર ઘટી જશે, જાણો આગામી ૭ ઓગસ્ટ સુધી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી!
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ ભારે વરસાદની શક્યતા; ૩થી ૭ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે યથાવત

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતમાં થઈ રહેલી ધોધમાર મેઘમહેર અને ભારે વરસાદ બાદ હવે રાજ્યના નાગરિકો માટે એક મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી આગાહી અનુસાર, ૨ ઓગસ્ટથી રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડશે અને મેઘરાજા ભારે વરસાદમાંથી વિરામ લેશે. આગામી ૭ ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જ જોવા મળશે.
૨ ઓગસ્ટે કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ?
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, ૨ ઓગસ્ટના રોજથી રાજ્યભરમાં વરસાદની તીવ્રતા નોંધપાત્ર રીતે ઘટી જશે. છતાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક સીમિત ભાગોમાં ભારે વરસાદની શક્યતા યથાવત છે. જેમાં મુખ્યત્વે કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
૩ અને ૪ ઓગસ્ટ: વાતાવરણમાં કેવો ફેરફાર થશે?
૩ ઓગસ્ટથી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી.
• ૩ ઓગસ્ટ: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, જામનગર તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહેશે.
• ૪ ઓગસ્ટ: દક્ષિણ અને મધ્ય-પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેવા કે અરવલ્લી, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર છૂટાછવાયા ઝાપટાં પડે તેવી સંભાવના છે.
૫ થી ૭ ઓગસ્ટ દરમિયાન હવામાનની સ્થિતિ
આગામી ૫, ૬ અને ૭ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક કે ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી. સ્થાનિક વાતાવરણમાં ફેરફારના કારણે દક્ષિણ ગુજરાતના ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી અને વલસાડ જેવા ભાગોમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં સાથે વાતાવરણ મુખ્યત્વે શાંત રહેશે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
