<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

દેડિયાપાડા તાલુકાના ૬ ખેડૂતો પાસે ટ્રેક્ટર ભાડે લઈ ગયા બાદ ભાડું કે ટ્રેક્ટર પરત નહીં આપનાર ૬ વ્યક્તિઓ સામે ફરિયાદ

ભાડું અને ટ્રેક્ટર મળી અંદાજે ૬૦ લાખની રકમ થતી હોય પોલીસ ફરિયાદ બાદ કાર્યવાહી શરૂ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લના દેડિયાપાડા તાલુકાના અલગ અલગ ૬ ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ જઈ પરત નહીં કરતા લઈ જનાર ૬ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.

         મળતી માહિતી અનુસાર અરવિંદભાઇ જેઠીયાભાઇ વસાવા (ઉ.વ.આ.૨૮ )ધંધો.ખેતી (રહે.માલ, ચીડીઆંબા ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ દેડિયાપાડા કોર્ટ પાસેથી આરોપીઓ પૈકી (૧) રૂપસીંગભાઇ ગંભીરસીંગ વસાવે(રહે.મોરખી પો.સ્ટ મોરઆંબા તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) તથા (૨) હુસેન કયુમ ( બાપુ ) તથા (૩) કયુમ મકરાણી (પિતાનુ નામ ખબર નથી ) (રહે.સેલંબા, કુઇદા તા.સાગબારા જી.નર્મદા )તથા (૪) મહંમદ અલી ( રહે.જમાદાર ફળીયુ કુઇદા સેલંબા તા.સાગબારા જી.નર્મદા )તથા (૫) હેમંતભાઇ મહમદભાઈ મકરાણી (રહે.પાટ તા.સાગબારા જી.નર્મદા ) તથા (૬) જે.ડી.મુસલીમ ( જેનુ પુરૂનામ ખબર નથી ) (રહે.સેલંબા તા.સાગબારા જી. નર્મદા )નાઓએ ફરીયાદીનુ મહીન્દ્રા કંપનીનુ ભુમીપુત્ર ૪૭૫ ટ્રેકટર નંબર- GJ-22-P-8154 તથા (૧) છગનભાઇ રામાભાઇ વસાવા (રહે. મોહબુડી તા.ડેડીયાપાડા જી .નર્મદા)   નાઓનું ટ્રેકટર નંબર GJ-22-P-7379 તથા (૨) મહેન્દ્રભાઇ ગુરજીભાઇ વસાવા રહે.ડાબકા તા.ડેડીયાપાડા જી.નર્મદા નાઓનુ ટ્રેકટર નંબર GJ-22-P-6164 તથા (3) છત્રસીંગભાઇ લીમજીભાઇ વસાવા રહે.રોહદા તા.ડેડીયાપાડા જી.નર્મદા નાઓનું ટ્રેકટર નંબર- GJ-22-P-8394 તથા GJ-22-H-0781 તથા (૪) રાકેશભાઇ પ્રતાપભાઇ વસાવા રહે. સજનવાવ તા.સાગબારા જી.નર્મદા નાઓને ટ્રેકટર નંબર GJ-22-P5436 તથા (૫) જાતરીયાભાઇ માંડવીયાભાઈ ગોવાળ (રહે.કાકડીમોવ ફળીયુ નાલકુંડ તા.સાગબારા જી.નર્મદા) નાઓનું ટ્રેકટર નંબર GJ-19-BA- 1835 તથા (૬) રાજેશભાઇ રડવીયાભાઇ વસાવા( રહે. મોટીમોગરી ( ગુંદવાણ) તા.સાગબારા જી.નર્મદા) નાઓના માલિકીના ટ્રેક્ટરો ત્રણ માસના ભાડા કરારથી મેળવી પ્રથમ માસનું ભાડું ચૂકવ્યા બાદ બીજા માસથી ભાડું ચૂકવવાનું બંધ કરી દઇ કરારની મુદત પૂર્ણ થયા બાદ પણ ટ્રેક્ટરો પરત ન આપી ફરિયાદી તથા અન્ય ટ્રેક્ટર માલિકો ને ટ્રેક્ટરો તથા બાકી ભાડાની રકમ પરત માંગવા છતાં આરોપીઓએ ટ્રેક્ટરો પરત ન આપી કપટ પૂર્વક પોતાની પાસે રાખી, ગુનાહિત કાવતરૂ રચી ફરિયાદી તથા સાહેદો સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે છ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી અરવિંદભાઈ ના જણાવ્યા મુજબ અમે હિસાબ કર્યો તો લગભગ ૬૦ લાખ રૂપિયા જેવી રકમ અમારે લેવાની થાય છે.

(10:15 PM IST)