તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
પાટણ બાદ હવે મહેસાણા જિલ્લાની શાળા-કોલેજમાં શનિવારે રજા જાહેર કરાઈ
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો

મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને આવતીકાલે તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે. વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. મહેસાણા જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ દ્વારા મહત્વનો આદેશ અપાયો છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે. લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
