તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
મહારાષ્ટ્ર પછી ગુજરાત સતર્ક! ગાંધીનગરમાં પોલટ્રી ફાર્મનો સર્વે :જિલ્લામાં 18 જેટલી ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ
તંત્ર દ્વારા પોલટ્રી ફાર્મ સંચાલકોને ખાસ સાવચેતી રાખવા તેમજ સ્વચ્છતા જાળવવા અપીલ

મહારાષ્ટ્રના બારામતી વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવતા ગાંધીનગર જિલ્લામાં આરોગ્ય અને પશુપાલન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયા છે. સંભવિત સંક્રમણને અટકાવવા માટે જિલ્લામાં 18 જેટલી ટીમોએ વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી છે. દહેગામ, કલોલ અને માણસા તાલુકાના ગામોમાં પોલટ્રી ફાર્મનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને મરઘાંમાં કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા પોલટ્રી ફાર્મ સંચાલકોને ખાસ સાવચેતી રાખવા તેમજ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.
.પોલટ્રી ફાર્મ માલિકને ગાઈડ લાઈનનુ પાલન કરવા સૂચના અપાઈ છે.ગાંધીનગર તાલુકામાં ઉવારસદ, પોર, વલાદમાં મરઘા ફાર્મ,દહેગામમાં બહિયલ, ધારીસણા બિલમણામાં મરઘા ફાર્મ,કલોલમાં ભિમાસણ, છત્રાલ, વડાવસ્વામીમાં મરઘા ફાર્મ,માણસા તાલુકામાં રંગપુર, ઇટાદરા ખાતે મરઘા ફાર્મ છે .
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
