હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 4th June 2026
કેરળમાં એન્ટ્રી બાદ હવે ગુજરાતમાં ૨૦ જૂન પછી ચોમાસું વિધિવત રીતે બેસી જશે: સોમવારથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ
આ વર્ષના ચોમાસા દરમિયાન સરેરાશ ૮૫ થી ૯૦ ટકા જેટલો વરસાદ રહેવાની સંભાવના:અલ-નીનોની અસરને કારણે વરસાદની વધ-ઘટ નિર્ભર રહેશે:રાજ્યમાં ક્યાંક વરસાદની ઘટ તો ક્યાંક અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે, જે મુજબ આજથી કેરળમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. કેરળમાં એન્ટ્રી બાદ હવે ગુજરાતમાં આગામી ૨૦ જૂન પછી ચોમાસું વિધિવત રીતે બેસી જશે. જો કે, તે પહેલાં આગામી ૭ જૂનની આસપાસથી જ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે અને વરસાદ વરસશે.આ વર્ષના ચોમાસા દરમિયાન સરેરાશ ૮૫ થી ૯૦ ટકા જેટલો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે અલ-નીનોની અસરને કારણે વરસાદની વધ-ઘટ નિર્ભર રહેશે, જેના લીધે રાજ્યમાં ક્યાંક વરસાદની ઘટ તો ક્યાંક અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે છે. હવામાનની આ બદલાતી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે આ વખતનું ચોમાસું અનિશ્ચિત સમયના વરસાદ વાળું સાબિત થઈ શકે છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
