તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ચૂંટણીના પરિણામો બાદ અનેક ગામોમાં પાણી, લાઈટ અને રસ્તાને ભાજપના કાર્યકરોએ પહોંચાડ્યું નુકસાન
ભાજપ હાર્યા બાદ નીચલી સ્તરની રાજનીતિ પર ઉતરી આવી: પાણી બંધ, લાઈટના થાંભલા ઉખાડ્યા, રસ્તા ખોદાયા: ચૈતર વસાવા

( ભરત શાહ દ્વારા )નર્મદા :ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે ભાજપના ઉમેદવારોને પરાજયનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા લોકશાહી મૂલ્યોને ઠેસ પહોંચે એવી ઘટનાઓને અંજામ આપવામાં આવી છે. આ મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે ભાજપના ઉમેદવારો હારી ગયા છે, ત્યાં ભાજપ નીચલી સ્તરની રાજનીતિ પર ઉતરી આવી છે.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, “કેટલાક ગામોમાં જ્યાં ભાજપ બૂથ હારી ગઇ છે, ત્યાં પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે, કેટલીક જગ્યાએ લાઈટના થાંભલા ઉખાડીને લઈ ગયા છે, કેટલીક જગ્યાએ દૂધ મંડળીમાં દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, કેટલીક જગ્યાએ તલવાર બતાવીને ધમકાવવામાં આવ્યા છે, તો કેટલીક જગ્યાએ JCB લાવીને ગામના રોડ ખોદી નાખવામાં આવ્યા છે. આવી નીચલી સ્તરની રાજનીતિ યોગ્ય નથી, અહીંયા લોકશાહી છે. જો આખા ગુજરાતમાં ભાજપના સૂપડા સાફ થઈ ગયા હોત તો ભાજપાયીઓ શું કરતા?” આ મુદ્દે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ધારાસભ્ય ચૈતર વસાવાના ટ્વીટને રિટ્વીટ કરીને કહ્યું હતું કે “ગુજરાતની જનતા આનો જવાબ આપશે”
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
