News of Monday, 6th July 2026
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ ગૃહ મંત્રીને દારૂ મુદ્દે પત્ર લખ્યા બાદ.નર્મદા પોલીસે એક બાદ એક દારૂની ગાડીઓ પકડી મુદામાલ કબજે કર્યો: હવે જિલ્લામાં કેમ દારૂ પકડાતો નથી
દસેક દિવસ પર સાંસદે ગૃહમંત્રીને પત્ર લખ્યા બાદ પોલીસ સજાગ થઈ અને હવે પોલીસ દારૂ બાબતે નિષ્ક્રિય જોવા મળી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં અંગ્રેજી દારૂ મોટા પ્રમાણ માં ઠલવાઇ છે ત્યારે આ માટે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ ગૃહ મંત્રી ને પત્ર લખી જણાવ્યું કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા સહિત અનેક જગ્યાએ જાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે. મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે. ત્યારે આ વિસ્ફોટ બાદ નર્મદા પોલીસ જાણે જાગી અને એક બાદ એક અંગ્રેજી દારૂની ગાડીઓ મુદામાલ સાથે પકડી હતી પરંતુ હાલ માં હવે પોલીસ ને દારૂ મળતો ન હોય એમ સાંસદના પત્ર ની વાત ઠંડી પડતા જ પોલીસ નિષ્ક્રિય થયેલી જણાય છે.
જોકે સાંસદના પત્ર બાદ પોલીસે દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરી બહાદુરી બતાવી હતી ત્યારબાદ અખબારી અહેવાલો જોઈ પોલીસ જાગી અને અંગ્રેજી દારૂના વાહનો પકડી ખાલી મુદામાલ જપ્ત કર્યો કેમ કે વાહન લઈ જનાર કે અન્ય વ્યક્તિ ગાડી મૂકી નાશી છૂટ્યા એમ જ ફરિયાદમા બતાવ્યું હતું. તો શું બધા વાહનમાંથી ડ્રાઇવર કે ક્લીનર ગાડી મૂકી નાશી ગયા હતા..?
ગુજરાતમા દારૂ બંધી હોવા છતાં ખાનગી રાહે અંગ્રેજી દારૂ ધૂમ વેચાઈ છે અને મોટાભાગની પોલીસ આ બાબતે જાણકાર છે પરંતુ પોતાના અંગત ફાયદા માટે પોલીસ મૌન સેવી બૂટલેગરોને બિન્દાસ દારૂ નું વેચાણ કરવા દે છે તેના કરતાં ગુજરાત મા દારૂ બંધી હટાવી લેવી જોઈએ તેવું જાણકારોનું માનવું છે
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
