તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં લાંબા સમયના રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજા મહેરબાન
શહેરના મુખ્ય રસ્તાઓ પરથી ધોધમાર વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા: વરસાદના પગલે સ્થાનિક વેપારીઓ તેમજ ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં લાંબા સમયના રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાએ મહેરબાન થઈને વાપસી કરી છે. ભાભર શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું જોરદાર આગમન થયું છે, જ્યારે તેની સાથે જ સુઈગામ પંથકમાં પણ ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીના માહોલ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.
શહેરના મુખ્ય રસ્તાઓ પરથી ધોધમાર વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા હતા, જેના કારણે વાતાવરણમાં પ્રવર્તતી ગરમી અને ઉકળાટમાંથી નાગરિકોને મોટી રાહત મળી છે. લાંબા સમયના વિરામ બાદ વરસેલા આ સંતોષકારક વરસાદના પગલે સ્થાનિક વેપારીઓ તેમજ ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સમયસરની મેઘમહેરથી પંથકમાં મુરઝાવા આવેલા ખેડૂતોના સૂકાયેલા પાકોને મોટું જીવનદાન મળવાની પૂરી આશા બંધાઈ છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
