<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

બોટાદના ગઢડા પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન

ઢસા, પાટણા, રણીયાળા, માલપરા અને ગુંદાળા સહિતના ગામોમાં વરસાદ: ભડલીના ઝાંપા, સામા કાંઠા વિસ્તાર તેમજ ગોપીનાથજી મંદિર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો

બોટાદઃ બિટાડાના ગઢડા પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે મેઘરાજાએ હાજરી નોંધાવી છે. ઢસા, પાટણા, રણીયાળા, માલપરા અને ગુંદાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ભડલીના ઝાંપા, સામા કાંઠા વિસ્તાર તેમજ ગોપીનાથજી મંદિર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદ પહેલાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અંધકાર જેવો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્રણ દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થતાં સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીના પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.

(4:49 PM IST)