<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

અમદાવાદ બોડકદેવમાંથી ત્રણ ફૂટ લાંબી પાટલા ઘો મળી આવતા અફરાતફરી

એનિમલ લાઈફ કેરના વાઈલ્ડલાઈફ એક્સપર્ટ વિજય ડાભી ટીમ સાથે તાત્કાલિક સ્થળે પહોંચ્યા:ટીમે સાવચેતીપૂર્વક પાટલા ઘાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે ખસેડી

અમદાવાદ બોડકદેવમાંથી ત્રણ ફૂટ લાંબી પાટલા ઘો મળી આવતા અફરાતફરી મચી જવા પામી છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી આશરે ત્રણ ફૂટ લાંબી પાટલા ઘો મળી આવતા અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં એનિમલ લાઈફ કેરના વાઈલ્ડલાઈફ એક્સપર્ટ વિજય ડાભી ટીમ સાથે તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુ ટીમે સાવચેતીપૂર્વક પાટલા ઘાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે ખસેડી હતી. પાટલા ઘો બિનઝેરી સાપ છે અને સામાન્ય રીતે માનવજીવન માટે જોખમી નથી. તે ઉંદર સહિતના નાના પ્રાણીઓનો શિકાર કરીને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

(6:29 PM IST)