તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ચોમાસાની આગેકૂચ ૩થી ૬ જુલાઈ વચ્ચે મેદ્યરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી હવામાન વિભાગની આગાહી
સુરત, તાપી અને ઉનામાં વરસાદી માહોલઃડાંગ, નવસારી અને વલસાડમાં આજે ભારે વરસાદનું ‘રેડ એલર્ટ'

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ ઝડપી બની છે અને મેદ્યરાજાએ રાજયના વિવિધ વિસ્તારોને મરોળવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસાએ જોર પકડ્યું છે, જેમાં સુરત, તાપી અને ઉના પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વરસાદનું જોર હજુ પણ વધવાની પૂરેપૂરી સંભાવના છે.
હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેને પગલે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ચાલુ જુલાઈ મહિનાની શરૂઆત ભારે આફત લઈને આવી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી ૩થી ૬ જુલાઈ દરમિયાન ચોમાસું વધુ સક્રિય બનશે અને મેદ્યરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી દહેશત છે. આ ૪ દિવસો દરમિયાન રાજયના અનેક ભાગોમાં મુશળધારથી અતિ મુશળધાર વરસાદ વરસી શકે છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાવાની પણ આશંકા સેવાઈ રહી છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
