News of Saturday, 25th April 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો
સવારે 7થી સાંજ 6 વાગ્યા સુધી યોજાશે મતદાન: 9,263 બેઠકો માટે 25,537 ઉમેદવારો મેદાનમાં: કુલ 736 બેઠકો બિનહરીફ થઈ: 48,450 મતદાન મથક પર થશે મતદાન

અમદાવાદ :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જેમાં આવતીકાલે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા યોજાશે. આ ચૂંટણી જંગમાં કુલ 9,263 બેઠકો માટે 25,537 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 736 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. રાજ્યના કુલ 4,08,16,713 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 48,450 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
