News of Tuesday, 7th July 2026
કવાંટ તાલુકા પંચાયત કચેરી, બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેર લાંચ લેતા એસીબી, રાજપીપળાએ ઝડપી પાડ્યા
સંરક્ષણ દિવાલના રૂપીયા ૧૧૫૦૦ ની લાચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :કવાંટ તાલુકા પંચાયત કચેરી, બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેર લાંચ લેતા એસીબી, રાજપીપળાએ ઝડપી પાડ્યા હતા
મળતી માહિતી અનુસાર ફરીયાદી એક જાગૃત નાગરીક નાઓએ સને-૨૦૨૫ માં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સંરક્ષણ દિવાલના રૂ।.૨,૫૦,૦૦૦/- મંજુર થયેલ જેમાં સંરક્ષણ દિવાલના રૂ।.૨,૩૦,૦૦૦/- માં બનાવેલ તથા ફરીયાદીના ગામ પાસે મજુર કલ્યાણ કેન્દ્ર હોલ ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂ।.૫,૦૦,૦૦૦/- મંજુર થયેલ જે બન્ને કામ ફરીયાદીએ પોતાના સ્વ-ખર્ચે પહેલા બનાવી દિધેલ અને બન્ને કામોના બીલો મંજુર કરવા માટે હર્ષવર્ધન કાશીરામ પટેલ (ઉવ.૩૫ )અધિક મદદનીશ ઇજનેર, કવાંટ તાલુકા પંચાયત કચેરી, બાંધકામ શાખા કવાંટ (હાલ રહે. પી પાવર રેસ્ટોરન્ટની સામે નસવાડી રોડ, કવાંટ તા.કવાંટ જી.છોટાઉદેપુર મુળ રહે.માનકુનીયા ગામ બારીફળીયુ તા.વાસદા જી.નવસારી )એ ૫ ટકા લેખે ૩૭૦૦૦/- રૂપીયાની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂપીયા ૩૫૦૦૦/-લેવાનું નકકી કરેલ પરંતુ ફરીયાદી લાંચના નાણા આરોપીને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદ ના આધારે લાંચના છટકાનુ આયોજન કરતા જેમાં આરોપીએ ફરીયાદી પાસે એક કામના સંરક્ષણ દિવાલના રૂપીયા ૧૧૫૦૦/- ની લાચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યો હતો. આ છટકા માં
ટ્રેપિંગ અધિકારી, ડી.ડી.વસાવા, પો.ઇન્સ. નર્મદા એ.સી.બી. પો.સ્ટે. રાજપીપલા નાઓ અને તેમની ટીમે આરોપી ને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
