<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

નર્મદામાં ગાંજા સાથે પકડાયેલા વ્યક્તિને એડી. ડિસ્ટ્રીકટ જજ એ સાત વર્ષની સજા અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો

સરકારી વકીલ વંદનાબેન આઈ. ભટ્ટની ધારદાર દલીલો સાંભળી કોર્ટે સજા ફટકારી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ જજની કોર્ટમાં ચાલેલ સ્પે.એન.ડી.પી.એસ. કેસ નંબરઃ- ૦૪/૨૦૧૯ના આરોપી મહેશભાઈ મનસુખભાઈ તડવી( રહે. ગડોદ કબિર મંદિર ફળીયું, તા.ગરૂડેશ્વર જી.નર્મદા) ને  ૭(સાત) વર્ષ સખત કેદની સજા તથા રૂ.૫૦,૦૦૦/-(પચાસ હજાર) નો દંડની રકમ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.

  મળતી માહિતી મુજબ આ કેસમાં હકીકત એવી છે કે, આરોપી મહેશભાઈ મનસુખભાઈ તડવી તા.૨૫/૦૬/૨૦૧૯ નારોજ ગડોદ ગામે કબિર મંદિર ફળીયામાં પોતાના કબ્જાના રહેણાંક ઘરેથી બે પ્લા.ની પારદર્શક કોથળીઓમાં રાખેલ ગેર કાયદેસરનો માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેમાં નં-(૧) ૭૪૦ ગ્રામ કિ.રૂ. ૭૪૦૦/- તથા (૨) ૫૭૦ ગ્રામ કિ.રૂ.૫૭૦૦/-તથા (૩) નોકીયા કંપનીનો કાળા કલરનો બે સીમ કાર્ડ વાળો માોબઈલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦/-તથા (૪)રેગ્ઝીનનું પાકીટ તથા તેમાના રોકડા રૂપિયા ૧૧૦૦/- મળી કુલ રૂ.૧૪,૭૦૦/- ના મુદામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કર્યો હતો.
 આ કેસ નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ  એ.વી.હરપરા ની કોર્ટમાં ચાલી જતા. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ વંદનાબેન આઈ. ભટ્ટ નાઓએ ફરીયાદપક્ષે દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને એન.ડી.પી.એસ.એકટની કલમ- ૮(સી), ૨૦(બી),૨(બી) મુજબના ગુના માં કસુરવાર ઠરાવીને આરોપીને ૭(સાત) વર્ષ સખત કેદની સજા તથા રૂ.૫૦,૦૦૦/-(પચાસ હજાર) નો દંડની સજા અને જો દંડની રકમ ન ભરે તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

(12:54 AM IST)