તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
નવસારીમાં મનપા તંત્ર દ્વારા વોર્ડ નંબર-2માં કોંગ્રેસનું કાર્યાલય બંધ કરાવવાની કાર્યવાહી
મંજૂરી વિના કાર્યાલય શરૂ કરાયું હોવાનો આક્ષેપ :મામલતદારના આદેશ બાદ મનપાએ પગલું લીધું:કોંગ્રેસે કહ્યું ખાનગી માલિકીની જગ્યામાં મંજૂરી લેવાની જરૂર નથી છતાં પણ નિયમ મુજબ મંજૂરી મેળવીને કાર્યાલય શરૂ કર્યું હતું.

નવસારીમાં મનપા તંત્ર દ્વારા કોંગ્રેસનું કાર્યાલય બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર-2માં કોંગ્રેસ દ્વારા મંજૂરી વિના કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેના આધારે મામલતદારના આદેશ બાદ મનપાએ પગલું લીધું. કાર્યાલય બંધ કરાવાતા કોંગ્રેસ ઉમેદવાર વિપુલ મકવાણાએ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ખાનગી માલિકીની જગ્યામાં મંજૂરી લેવાની જરૂર નથી, છતાં પણ તેઓએ નિયમ મુજબ મંજૂરી મેળવીને કાર્યાલય શરૂ કર્યું હતું. સાથે જ તેમણે આ કાર્યવાહી ભાજપના ઇશારે કોંગ્રેસ વિરુદ્ધ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
