તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
જગદીશભાઈ વિશ્વકર્મા બનાસકાંઠાના મગરવાડા તીર્થ ખાતે આચાર્ય પ્રદ્યુમ્ન વિમલ સૂરીશ્વરજીના નગર પ્રવેશ મહોત્સવમાં ઉપસ્થિત
પૂજ્ય સંતોના દર્શન-આશીર્વાદ પ્રાપ્ત કરી આનંદ વ્યક્ત કર્યો; પ્રવીણભાઈ માળી, કિર્તિસિંહ વાઘેલા, ધવલભાઈ દવે, હરિભાઈ ચૌધરી સહિત આગેવાનો રહ્યા હાજર

ગાંધીનગર: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા બનાસકાંઠાના પવિત્ર મગરવાડા તીર્થ ખાતે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવ પ્રદ્યુમ્ન વિમલ સૂરીશ્વરજી મહારાજ સાહેબના ભવ્ય નગર પ્રવેશ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
જગદીશભાઈ વિશ્વકર્માએ આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવા તેમજ પૂજ્ય સંતોના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા, પ્રભારી ધવલભાઈ દવે, પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, ધારાસભ્યો, આગેવાનો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
