<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

સુરતના સારોલીની ટેક્સટાઇલ માર્કેટમાં આગ લગાવનાર આરોપી આખરે પોલીસ સકંજામાં

પોલીસે વિનોદ સાવલે નામના આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી:આરોપી થોડા મહિના પહેલા શ્યામ સંગીની માર્કેટમાં આવેલી એક દુકાનમાં કામ કરતો હતો.

સુરતના સારોલીની ટેક્સટાઇલ માર્કેટમાં આગ લગાવનાર આરોપી આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. પોલીસે વિનોદ સાવલે નામના આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જૂની અદાવતના કારણે માર્કેટમાં આગ લગાવવામાં આવી હોવાનું તારણ સામે આવ્યું છે. આરોપી મોઢે રૂમાલ બાંધી માર્કેટમાં આગ લગાવવા પહોંચ્યો હતો. આગ લગાવ્યા બાદ બાઈક લઈને કડોદરા તરફ ફરાર થઈ ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી થોડા મહિના પહેલા શ્યામ સંગીની માર્કેટમાં આવેલી એક દુકાનમાં કામ કરતો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

(7:48 PM IST)