<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

સુરતની સગીરાનું અપહરણ કરનાર આરોપીને ક્રાઈમ બ્રાન્‍ચે રાજકોટથી રાતોરાત ઉઠાવ્‍યો

‘નો વોન્‍ટેડ ઇન સુરત' અભિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું પોતાના જ રેકોર્ડ બ્રેક કરે છે એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં જેમની ટીમના PI એસ.એન. પરમાર સ્‍ટાફે કાબિલેદાદ કામગીરી બજાવી તેવા ડીસીપી ભાવેશ રોજિયા આખા પ્રકરણનો ‘અકિલા' સમક્ષ અથથી ઇતિ સુધીનો ઘટનાક્રમ વર્ણવે છે

રાજકોટ તા.૨૮: સુરતની સગીરાનું અપહરણ કરી દુષ્‍કર્મ આચરનાર આરોપી લકી દેવાનંદ તાયડે, ઉં.વ. ૨૦, મૂળ અકોલા, મહારાષ્‍ટ્રને સુરત ક્રાઈમ બ્રાન્‍ચે રાજકોટ મેટોડા GIDC માંથી રાતોરાત ઉઠાવી લીધો.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું ‘‘નો વોન્‍ટેડ ઇન સુરત'' અભિયાન સતત સફળતાના નવા રેકોર્ડ સ્‍થાપી રહ્યું છે. એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાની ટીમે આ કામગીરી કરી છે.

આરોપી તા. ૧૫/૦૭/૨૦૨૫ ના રોજ સુરતના લસકણા વિસ્‍તારમાંથી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. સગીરાને પ્રેમજાળમાં ફસાવી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્‍યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. લસકણા પો.સ્‍ટે.માં BNS અને POCSO એક્‍ટ હેઠળ ગુનો દાખલ થયા બાદ આરોપી નાસતો ફરતો હતો.

આરોપી પોલીસથી બચવા અલગ અલગ જગ્‍યાએ નામ બદલીને નોકરી કરતો હતો અને છેલ્લા એક મહિનાથી મેટોડા GIDC માં નોકરી કરતો હતો. મોબાઈલ સ્‍નેચીંગ સ્‍કોડની ચોક્કસ બાતમીના આધારે PI એસ.એન. પરમાર અને સ્‍ટાફે તાત્‍કાલિક રાજકોટ પહોંચી આરોપીને દબોચી લીધો.

‘‘નો વોન્‍ટેડ ઇન સુરત'' અભિયાન અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્‍ચની આ કાબિલેદાદ કામગીરીને પોલીસ બેડામાં બિરદાવવામાં આવી રહી છે. ડીસીપી ભાવેશ રોજિયાએ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં ટીમની કામગીરીને સમર્થન આપતા જણાવ્‍યું કે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(11:33 AM IST)