<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

આણંદના વાસદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ચારેક માસથી નાસતા ફરતા આરોપીને જૂનાગઢ રેન્જ પોલીસે ઝડપ્યો

મધુરમ વિસ્તારમાંથી આરોપી ફૈસલ અ.મજીદભાઈ રાઠોડને પકડી પાડ્યો, જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રાખવા તેમજ ગંભીર ગુન્હા આચરી નાસતા-ફરતા અપરાધીઓને કાયદાના શાસન હેઠળ લાવવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલ હોય જેથી જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર  વાય.બી.રાણા ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.  આર.જી.ચુડાસમા, શ્રી બી.ડી.માવદીયા તથા જૂનાગઢ રેન્જ પોલીસ સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓની શોધી કાઢવા સઘન ઝુંબેશ ચલાવવામાં આવેલ જે અંતર્ગત આણંદ જીલ્લાના વાસદ પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૧૫૦૩૨૫૦૩૯૩૭/૨૦૨૬ પ્રોહી.કલમ ૬૫(એ),૬૬(૧)બી,૮૧,૮૩,૯૮(૨), ૧૧૬(૨) મુજબના ગુન્હામાં ઈચ્છિત વોન્ટેડ વાહનનો વ્યવહાર કરનાર આરોપી ફૈસલ અ.મજીદભાઈ રાઠોડ રહે.નાગણા વિસ્તાર માંગરોળ જી.જૂનાગઢ વાળો પોતાની પોલીસથી ધરપકડ ટાળવા સારૂ નાસતો-ફરતો હોય જેથી આરોપી અંગે સતત ઉપરી ઉચ્ચ અધિકારીશ્રીઓની સૂચના અને દીશાસૂચક માર્ગદર્શન હેઠળ રેન્જ સ્ક્વોડ ટીમ દ્વારા સતત વૉચઆઉટ કરવામાં આવી રહ્યું હતું જે દરમ્યાન જૂનાગઢ રેન્જ ઓફિસ રેન્જ સ્ક્વોડને મળેલ ચોકકસ ખાનગી બાતમી તેમજ ટેકનીકલ સર્વેલન્સ અને સઘન ઈન્વેસ્ટીગેશનથી આરોપી આધારભૂત અસલ સરનામુ-સાથી આરોપી મધુરમ વિસ્તાર જૂનાગઢ ખાતે આવેલ હોવાનું જણાય આવેલ જેથી રેન્જ સ્ક્વોડની ટીમ દ્વારા ત્વરિત કાયદાકીય કાર્યવાહી હાથ ધરી વ્યૂહાત્મક પ્લાન સાથે આરોપીને મધુરમ વિસ્તાર જૂનાગઢ ખાતેથી શોધી કાઢી આરોપીને ગુન્હા કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

 

આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર  વાય.બી.રાણા, પો.સ.ઇ.આર.જી.ચુડાસમા, બી.ડી.માવદીયા તથા એ.એસ.આઇ. ગીરીરાજસિંહ પ્રધુમનસિંહ, ગજેન્દ્રસિંહ ઈશ્વરસિંહ, હરદેવસિંહ પ્રતાપસિંહ રહુલભાઈ પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઈ દાનાભાઈ, વિપુલસિંહ કિશોરસિંહ, અમદાવાદસિંહ મૂળુભાઈ પો.કોન્સ. ભુપતસિંહ ડોલરસિંહ, પ્રવિણસિંહ પીઠાભાઈ, દાયાભાઈ કાનાભાઈ, અમિતભાઈ કરશનભાઈ, જીતેન્દ્રભાઈ દેસાઈભાઈ, અરવિંદભાઈ રસિકભાઈ વગેરેનો સમાવેશ થાય છે.

(9:22 PM IST)